Vadechi Mata Mandir

આરતી ,
જય કુળદે વી માં, મૈયા જય વડેચી માં વડાવલીમાં બિરાજો, રક્ષા કરવા માં......જય કુળદેવી માં.


કૃપા રુપ અવતાર, માડી સ્તુતિ કરુ તારી...........(૨)

લળી લળી પાય લાગુ, દુઃખ ને હરનારી... જય કુળદેવી માં.


ભાવ ન જાણ, ભક્તિ ન જાણુ, નવજાણુ સેવા(૨) 

તારે ભરોસે બેઠો, લેવા શુભ મેવા...જય કુળદેવી માં.


જ્ઞાન ન જાણુ, ધ્યાન ન જાણુ, નવજાણુ તૂજ ધર્મ...........(૨)

 ભુલી ગયો ષટકર્મને, ના સમજાય એ મર્મ...જય કુળદેવી માં.


દેવી દોષ ન જોજે મારા, અંતરના ઉદ્ગાર.........(૨) 

કરજો માફ ભવાની, વિનંતડી અવધાર...જય કુળદેવી માં.


વડેચી મા ની આરતી, જે કોઈ ગાશે મૈયા જે ભાવે ગાશે સંઘવી કહે કર જોડી, સુખ સંપત્તિ થાશે..


માં દુખડા કુર કરશે..


માં જય વડેચી માં


બોલો બોલો વડેચી માતા કી જય..૦૦૦