Vadechi-Mata-Aarti

આરતી ,
આનંદે મા કરૂ આરતી, નીશદિન તારી સેવા,

પ્રેમ થકી મા પ્રભુ તમને, લીલા નોતમ જેવા....

આનંદે મા કરૂ આરતી, નીશ દિન તારી સેવા,


મનવાંચ્છિત ફળ સૌને આપો, દુઃખડા સૌ હરી લેવા

સુખ શાંતિ સંમતિ તું આપે, પૂજે સૂરનર દેવા....

આનંદે મા કરૂ આરતી, નીશ દિન તારી સેવા,


ભક્ત ઉદ્ધારણ દીનજન તા૨ણ, આપે ઈચ્છીએ મેવા,

કોઈ ન દીસે ત્રિભુવન વિષે વડેચીમાં જેવા....

આનંદે મા કરૂ આરતી, નીશ દિન તારી સેવા,


નરનારી સૌ ભાવે ભજતા, બાળક જેવા તેવા,

તારે ચરણે સુખની સરિતા, ગંગા જમના રેવા....

આનંદે મા કરૂ આરતી, નીશ દિન તારી સેવા,